દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર વાંસદા તોરણીયા ડુંગર સરા ખાતે પર્વતારોહણ શિબિરનું ઉદ્ઘાટન
તોરણીયા ડુંગર ખાતે યુવાનો એ પર્વતારોહણમાં હિમંત પૂર્વક ભાગ લઈને કુદરતી પ્રકૃતિનો અમૂલ્ય લાભ લીધો હતો.
——
વાંસદા.તા.27
દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર વાંસદા તોરણીયા ડુંગર સરા ખાતે પર્વતારોહણ શિબિરનું ઉદ્ઘાટન બાળકોમાં સાહસવૃત્તિ તથા પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય તેવા હેતુથી ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી નવસારી દ્વારા શનિવાર તા.૧૯ ડિસેમ્બર નાં રોજ વાંસદાના તોરણીયા ડુંગર સરા પર્વતારોહણ શિબિરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ શિબિરમાં યુવક અને યુવતીઓ માટે પર્વતારોહણ, ખડક ચઢાણ તેમજ સાહસિક પ્રવૃત્તિઓના આયોજન કરાયું છે.દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત આવી સાહસિક પ્રવૃત્તિઓ પર્વતારોહણ શિબિરનું આયોજન વાંસદા ખાતે તોરણીયા ડુંગર પર આયોજન થયેલ છે. તારીખ ૧૯,ડિસેમ્બર ૨૦૨૦ થી ૨૦, માર્ચ ૨૦૨૧,સુધી દર અઠવાડિયે પ્રતિ શનિવાર-રવિવારના રોજ ૫-૫ સ્પર્ધકોની ૩ ટીમોનું આયોજન કરવામાં આવશે.જેમાં માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા દ્વારા કોચિંગ પામેલા પર્વતારોહણ ના નિષ્ણાંતો તેમજ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.યુવાનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકસિત કરવા અને પર્વતારોહણ ના કૌશલ્ય વધારવા માટે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક યુવક અને યુવતીઓએ જિલ્લા રમત-ગમત કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નિશ્ચિત સમયમાં ફોર્મ અરજી કરવાની રહેશે. સરનામું:-કચેરી નું સરનામું -જિલ્લા યુવા અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બીજો માળ બ્લૉક – સી જુનાથાણા.વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારી (covid-19)ને ભારત સરકારશ્રીના નિયમો પણ ધ્યાન માં રખાશે.આ પર્વતારોહણ કાર્યક્રમને સફળત આયોજન કરવા માટે ચોકબોલ એન્ડ પ્લેય્ડ ક્રિકેટ એસોસિએશન મોટીભમતી વાંસદા ના આયોજક શ્રી ડૉ. વિજય પટેલ તેમજ નિષ્ણાંત ટીમોના માધ્યમથી જિલ્લાના યુવક/ યુવતીઓને પર્વતારોહણની તાલીમ આપવામાં આવી રહી છે.જેેમાં યુવક યુવતી ઓમાં સાહસવૃતી તથા હિમત તથા શક્તિ જોઈને આંનદની લાગણી જન્મી છે.
Category : News
Comments
Post a Comment